
UIDAI Seactivates Aadhaar Number : યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધાર કાર્ડ મુદ્દે મહત્ત્વની માહિતી આપી છે. ઓથોરિટીએ કહ્યું છે કે, દેશભરમાં બે કરોડ મૃત વ્યક્તિઓના નામ ડેટામાંથી હટાવી દેવાયા છે. કોઈપણ છેતરપિંડી ન થાય કે પછી આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય, તે હેતુથી ઓથોરિટીએ મૃતક વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિય કરી દીધા છે.
મૃતક વ્યક્તિઓની માહિતી એકઠી કરી આધાર કાર્ડ નિષ્ક્રીય કરાયા
મૃતક વ્યક્તિઓની ચોક્કસ માહિતી મેળવી શકાય તે માટે UIDAIએ રજિસ્ટ્રાર જનરલ, રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો, જાહેર વિતરણ વ્યવસ્થા, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ અને અનેક સરકારી વિભાગો પાસેથી ડેટા મેળવ્યા હતા.
