ઉદગમ સ્કૂલને DEOનો ફટકો: સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ ‘શો કોઝ’ નોટિસ, 10 હજારનો દંડ તોળાયો

📅 Published: November 27, 2025 | 📂 Category: Uncategorized


Udgam School Show Cause Notice : અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી જાણીતી ઉદગમ સ્કૂલ દ્વારા વાલીઓ પર સ્વેટર અને યુનિફોર્મની ખરીદી અંગે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) એ કડક વલણ દાખવ્યું છે. ડીઈઓ કચેરીએ સ્કૂલને શો કોઝ નોટિસ ફટકારીને આરટીઈ એક્ટ મુજબ દંડનીય કાર્યવાહી કેમ ન કરવી તે અંગે ખુલાસો માંગ્યો છે.

ચોક્કસ વેન્ડર પાસેથી ખરીદીનો આગ્રહ 

વાલીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ બ્રાન્ડના અને નક્કી કરેલા વેન્ડર પાસેથી જ શૂઝ, યુનિફોર્મ, સ્વેટર તથા સ્પોર્ટ્સ યુનિફોર્મ ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે સ્કૂલની વેબસાઈટ પર પણ આ અંગેની વિગતો મૂકવામાં આવી છે, જે વાલીઓને પરોક્ષ રીતે ચોક્કસ જગ્યાએથી જ ખરીદી કરવા મજબૂર કરે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *