
– લિપુલેખ, કાલાપાની, લિમ્પિયાધુરાને પોતાના દર્શાવતી નવી ચલણી નોટ પર પૂર્વ ગવર્નર મહાપ્રસાદ અધિકારીના હસ્તાક્ષર
Nepal India Controversy News : નેપાળે ફરી એક વખત ભારત સાથે સરહદ વિવાદનો મુદ્દો ઉઠાવ્યો છે. નેપાળની સેન્ટ્રલ બેન્કે ગુરુવારે રૂ. 100ની નવી ચલણી નોટ બહાર પાડી હતી. આ નોટ પર નેપાળનો નવો નકશો દર્શાવાયો છે, જેમાં કાલાપાની, લિમ્પિયાધુરા, લિપુલેખ જેવા ભારતના પ્રદેશોને પોતાના ગણાવાયા છે. આ વિસ્તારો ભારતના કબજામાં છે અને આ પ્રદેશોનો નેપાળના નકશામાં સમાવેશ સામે ભારતે વિરોધ નોંધાવેલો છે.
