ભાસ્કર એક્સક્લુસિવ:પાલતુ કૂતરાની ઓનલાઇન નોંધણી કરાશે રસી લીધી છે કે કેમ તેની માહિતી મેળવાશે

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

શેરી કૂતરા મુદ્દે સુપ્રીમના કડક વલણ બાદ વડોદરા પાલિકા આગામી દિવસોમાં શેરી કૂતરા માટે સમૂહ રસીકરણ કાર્યક્રમ યોજશે. તેની સાથે પાલતુ કૂતરાની નોંધણીની પ્રક્રિયા પણ શરૂ કરાશે. જેમાં પાલતુ કૂતરાનું ક્યારે રસીકરણ થયું અને તેના માલિકે ક્યારે રસી લીધી તે સહિતની માહિતી નોંધાશે. શહેરમાં રોજ અંદાજિત 23 લોકોને શેરી કૂતરા કરડતાં હોવાનો અંદાજ છે. પાલિકા દ્વારા શેરી કૂતરાના રસીકરણ સાથે પાલતુ કૂતરાની નોંધણીની કામગીરી શરૂ કરશે. સરકારના એબીસી રૂલ્સ 2023 મુજબ પાલતુ કૂતરાની નોંધણી કરવા કહેવાયું છે. જેને ધ્યાનમાં રાખી વડોદરામાં પાલતુ કૂતરાનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાશે. જાન્યુઆરીમાં પાલિકાના પ્રોજેક્ટને મંજૂરી મળે તેવી શક્યતા છે. નોંધણીનો મુખ્ય હેતુ કૂતરા અને માલિકે રસી લીધી છે કે કેમ, ન લીધી હોય તો જાગૃત કરવાનો રહેશે. આ પ્રક્રિયાથી પાલતુ કૂતરાથી પાડોશીને હડકવાનો ભય નહીં રહે. નોંધનીય છે કે, અમદાવાદમાં ઓનલાઇન, સુરતમાં ઓફલાઇન નોંધણી થાય છે. જાન્યુઆરીમાં પ્રોજેક્ટને મંજૂરી મળવાની શક્યતા, તે પછી નોંધણી શરૂ થશે નોંધણી નહીં કરાવાય તો પાલિકાની ટીમ ઘરે આવશે પાલિકા દ્વારા શરૂઆતમાં પાલતુ કૂતરા રાખતા માલિકોને ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા અપાશે. તેઓએ નક્કી કરેલી શરતો મુજબની માહિતી, પાલતુ કૂતરાનો ફોટો સહિતની વિગત આપવી પડશે. માલિક આમ નહીં કરે તો ભવિષ્યમાં પાલિકા દ્વારા તેમના ઘરે જઈ નોંધણી કરાશે, જે માટે પેનલ્ટી વસૂલવાનું પણ પાલિકા વિચારી રહી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *