
– નવો આદેશ 90 દિવસની અંદર જ અમલમાં આવશે
– વોટ્સએપ દિવસોના દિવસો સુધી ખુલ્લુ રાખી નહી શકો, દર છ કલાકે લોગઆઉટ થઈ જશે, ફરીથી લોગ-ઇન કરવું પડશે
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે મેસેજિંગ એપ્સ માટે અત્યંત મહત્ત્વનો આદેશ જારી કર્યો છે. તેના કારણે દેશમાં એપનો યુઝ કરતાં કરોડો લોકોની એપનો ઉપયોગ કરવાની પદ્ધતિ બદલાઈ શકે છે. હવેથી વોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ, સ્નેપચેટ, શેરચેટ, જિયોચેટ, અરાટ્ટાઈ અને જોશ જેવા લોકપ્રિય એપ એક્ટિવ સિમકાર્ડ વગર ચાલી નહી શકે. કેન્દ્રના દૂરસંચાર વિભાગે આ નિયમ અમલી બનાવ્યો છે.
