
60th DGP IGP Conference Raipur | છત્તીસગઢના પાટનગર રાયપુરમાં 60મી અખિલ ભારતીય ડીજીપી-આઇજી સંમલેનનો આજે અંતિમ દિવસ હતો. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સંમેલનમાં સામેલ થયા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ સંબોધનમાં પોલીસને ટકોર કરતાં કહ્યું છે કે લોકોમાં પોલીસની જે છબી છે તે બદલવાની જરૂર છે, ખાસ કરીને યુવાનોમાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસને કરી ટકોર
PM મોદીએ સંબોધનમાં કહ્યું કે પોલીસ ખાતામાં પ્રોફેશનલિઝમ અને સંવેદનશીલતા વધારવાની જરૂર છે.
