
Tamilnadu Bus Accident: તમિલનાડુના શિવગંગા જિલ્લાના થિરૂપથુર નજીક રવિવારે બે સરકારી બસો વચ્ચે ટક્કર થઈ ગઈ, જેમાં 12 લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં અંદાજિત 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે.
પોલીસે જણાવ્યું કે, એક બસ કરાઈકુડી જઈ રહી હતી. જ્યારે બીજી મદુરૈ જઈ રહી હતી, ત્યારે તિરુપથુર નજીક રોડ પર બંને બસો ટકરાઈ ગઈ. ટક્કર બાદ અનેક મુસાફરો ફસાઈ ગયા, પરંતુ સ્થાનિકો અને ઈમરજન્સી ટીમોએ તેમને બહાર કાઢ્યા.
