
– જનમત સંગ્રહમાં જનતાએ જ વિરોધ કર્યો
– સોશિયલ ડેમોક્રેટ્સ પાર્ટીઓએ દેશભરમાં પ્રચાર કરીને વારસાગત સંપત્તિમાં 50 ટકા ટેક્સ લાદવા જનમત સંગ્રહ કરાવ્યો હતો
– સામાન્ય જનતા ક્લાઈમેટ ચેન્જ, મોંઘવારી, આર્થિક અનિશ્ચિતતાથી પીડિત હોવાનો ડેમોક્રેટ્સ પાર્ટીનો મત
ઝુરિચ : સ્વિટ્ઝર્લેન્ડમાં સમાજવાદી પાર્ટીઓએ ધનવાનો પર ટેક્સ લગાડવાની ભલામણ કરીને દેશવ્યાપી ઝુંબેશ ચલાવી હતી. તેના પરિણામે સ્વિટ્ઝર્લેન્ડમાં જનમત સંગ્રહ થયો હતો. એમાં ધનવાનો પર તોતિંગ ૫૦ ટકા ટેક્સ લગાડવાના પ્રસ્તાવને ૭૮ ટકા વોટિંગથી નાગરિકોએ નકારી દીધો હતો.
