અમદાવાદ, મંગળવાર
પૂર્વ વિસ્તારમાં બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવોેમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. વટવામાં એસ.પી.રિગ રોડ ઉપર વિંઝોલ પાસે બાઇક બંધ પડેલા ટ્રકમાં ઘૂસી જતાં યુવકનું સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
