
Toll Plaza: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે, જે હાઇવે પર મુસાફરી કરતા કરોડો લોકો માટે રાહતરૂપ સાબિત થશે. તેમણે કહ્યું છે કે ‘હાઇવે પર હાલની ટોલ વસૂલાત સિસ્ટમ આગામી એક વર્ષમાં તબક્કાવાર બંધ કરવામાં આવશે અને તેને સંપૂર્ણપણે ઈલેક્ટ્રોનિક, બેરિયર લેસ ટોલ સિસ્ટમ દ્વારા બદલવામાં આવશે.’
હાઇ-ટેક ટોલ સિસ્ટમનો અમલ
લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, ‘નવી સિસ્ટમનું ટ્રાયલ 10 સ્થળોએ શરૂ થઈ ગયું છે અને એક વર્ષની અંદર તેને દેશભરમાં લાગુ કરવાનો લક્ષ્યાંક છે.
