
– પાકિસ્તાનની લઘુમતિઓની સંસદીય સમિતિના સભ્ય રમેશ વાંકવાણીએ લઘુમતિ બોર્ડનું અધ્યક્ષ પદ બિન મુસ્લિમને આપવા જણાવ્યું
ઇસ્લામાબાદ : પાકિસ્તાન પાર્લામેન્ટરી કમિટી ઓન માઇનોરોટી કોક્સ દ્વારા તાજેતરમાં એક આંચકાજનક અહેવાલ રજૂ કર્યો છે. તેમાં જણાવ્યું છે કે દેશમાં ૧૯૪૭માં ૧૮૧૭ હિન્દુ મંદિરો અને ગુરૂદ્વારાઓ હતાં. તેમાંથી અત્યારે માત્ર ૩૭ બચ્યા છે. આ સાથે તે અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાંથી હિન્દુઓ અને શિખોની સંખ્યા સતત ઘટતી રહી છે. બીજી તરફ તે સમયથી જર્જરિત થઇ ગયેલા મંદિરો કે ગુરૂદ્વારાઓના સમારકામ પ્રત્યે પણ સંપૂર્ણ દુર્લક્ષ સેવે છે.
