
World Inequality Report 2026 : સંશોધન સંસ્થા વર્લ્ડ ઈનઇક્વલિટી લેબે આવકની અસમાનતા મામલે એક રિપોર્ટ જાહેર કર્યો છે. ચિંતાજનક વાત એ છે કે, દેશના લોકોની આવક અને સંપત્તિનીમાં અસમાનતા હોવા મામલે ભારત પ્રથમ ક્રમે છે. રિપોર્ટમાં ભારતમાં અમીરો, ગરીબો અને મધ્યમવર્ગની આવક અને સંપત્તિમાં કેટલી અસમાનતા છે, તેનો ડેટા પણ જાહેર કરાયો છે.
દેશના 10% અમીરો પાસે દેશની 65% સંપત્તિ
રિપોર્ટ મુજબ, દેશની 65 ટકા સંપત્તિ 10 ટકા અમીર લોકોના હાથમાં છે, 58 ટકા આવક પર ટોપ-10 અમીર લોકોનો કબજો છે, દેશની કુલ આવકનો 15 ટકા ભાગ માત્ર ઓછી આવક ધરાવનારા 50 ટકા લોકોના હાથમાં આવે છે.
