
– લાહોર યુનિવર્સિટી ઑફ મેનેજમેન્ટ સાયન્સના ડૉ. કાઝમીએ કહ્યું કે : ’10-15 વર્ષ પછી આપણે પાકિસ્તાનમાં ગીતા અને મહાભારતના વિદ્વાનો જોઈશું”
લાહોર : વિભાજન પછી પહેલી જ વાર પાકિસ્તાનની એક યુનિવર્સિટીએ સંસ્કૃતનો અભ્યાસક્રમ દાખલ કર્યો છે. ‘લાહોર યુનિવર્સિટી ઑફ મેનેજમેન્ટ’ (એલયુએમએસ) દ્વારા પ્રારંભમાં ૩ મહિનાનો સપ્તાહાંત એક ‘વર્કશોપ’ શરૂ કર્યો છે જેમાં ક્લાસિકલ લેંગ્વેજીસ ભણાવવામાં આવશે. જો આ શૈક્ષણિક કાર્યક્રમ સફળ રહેશે તો તે, સંપૂર્ણ શૈક્ષણિક કાર્યક્રમ તરીકે સ્વીકારવામાં આવશે.
