
Ahmedabad News: અમદાવાદના થલતેજ વોર્ડમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીનો વિવાદ વધુ વકર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સોસાયટીના રહીશોને ડિમોલિશનની નોટિસ આપવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. કોર્પોરેશને સોસાયટીના તમામ 25 પરિવારોને 16મી ડિસેમ્બર સુધીમાં ડિમોલિશન કાર્યવાહી કરવા માટે નોટિસ આપી છે, જેના કારણે 35 વર્ષથી રહેતા પરિવારો સામે રહેઠાણનું સંકટ ઊભું થયું છે.
સ્થાનિકોએ ભાજપના નેતાઓને સૂત્રોચ્ચાર કરી ભગાડ્યા
સોમવારે જ્યારે વોર્ડના ભાજપના કોર્પોરેટર સમીર પટેલ સોસાયટી ખાતે પહોંચ્યા, ત્યારે સ્થાનિકોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
