
Gujarat BJP: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ફરી એકવાર રાજકીય ગતિવિધિઓથી ધમધમી ઉઠ્યું છે. પાર્ટી સંગઠનનું માળખું જાહેર કરવાની સાથે સાથે વિવિધ બોર્ડ-નિગમોમાં ચેરમેનથી લઈને ડિરેક્ટર સુધીના ખાલી પડેલા પદો પર પણ નિમણૂકો કરે તેવી પ્રબળ શક્યતા છે.
હાઇકમાન્ડની મંજૂરી
સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપે ફરી એકવાર બોર્ડ-નિગમોમાં નિમણૂકોનું ‘ગાજર’ લટકાવ્યું છે. ચેરમેન પદ સાથે મળતા કાર અને બંગલાના લોભે દાવેદારોમાં સક્રિયતા વધી છે અને લોબિંગ શરૂ થઈ ગયું છે.
