
Kanti Amrutiya Statement: ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી કાંતિ અમૃતિયાએ ભ્રષ્ટાચાર અને વચેટિયાઓ સામે લાલ આંખ કરી છે. મોરબીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જાહેર મંચ પરથી કાર્યકરો અને જનતાને અપીલ કરી હતી કે, ‘કોઈપણ કામ માટે વચેટિયા કે દલાલોનો સહારો લેવાને બદલે સીધો સચિવાલયનો સંપર્ક કરવો.’
‘હું બીમાર છું, પણ મારો કાર્યકર બીમાર નથી’
મંત્રી કાંતિ અમૃતિયા હાલ અન્નનળીના કેન્સરની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે અને મુંબઈમાં તેમની સારવાર ચાલી રહી છે. આ સ્થિતિમાં તેઓ રૂબરૂ મુલાકાતીઓને મળી શકતા નથી, પરંતુ જનતાના કામ ન અટકે તે માટે તેમણે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે.
