
Maharashtra Local Body Election Results 2025 : મહારાષ્ટ્ર નગર પરિષદ અને નગર પંચાયત ચૂંટણી 2025ના પરિણામોમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ પ્રચંડ જીત મેળવી છે. આ ચૂંટણીમાં શિંદે સેનાનો ‘સ્ટ્રાઈક રેટ’ એટલો ઊંચો રહ્યો છે કે વિરોધીઓ તો ઠીક, ગઠબંધનના સાથી પક્ષો પણ આશ્ચર્ય પામ્યા છે. અત્યાર સુધી ભાજપના ટેકાથી જ જીતતી હોવાના આક્ષેપોનો સામનો કરનાર શિવસેનાએ આ વખતે એકલા હાથે મેદાન મારીને પોતાની શક્તિ સાબિત કરી દીધી છે.
શિવસેનાએ 135 બેઠકોમાંથી 50 બેઠકો પર ચૂંટણી જીતી
રિપોર્ટ મુજબ, શિવસેનાએ અંદાજે 135 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેમાંથી 50થી વધુ પદો પર વિજય મેળવ્યો છે.
