
Junagadh Vimal Chudasama Viral Video: ગુજરાતમાં કોંગ્રેસ ધારાસભ્યો અને પોલીસ સાથે ઘર્ષણ, બાદમાં બખેડો હવે સામાન્ય ઘટના બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પહેલા પોલીસના પટ્ટા ઉતરી જશે તેવું નિવેદેન આપી જિગ્નેશ મેવાણીએ વિવાદ સર્જ્યો હતો તે બાદ હવે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય વિમલ ચુડાસમાએ એક અકસ્માત કેસમાં પોલીસને કહ્યું છે કે ‘ખબર નહીં પડે ક્યાં મૂકી દઈશ’
શું છે સમગ્ર મામલો?
જૂનાગઢના ગડુ પાસે 19 ડિસેમ્બરના રોજ રસ્તા વચ્ચે ક્રશર મશીન સાથે બાઈક ચાલક યુવકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું અકાળે મોત થયું હતું. આ કેસની પોલીસ કાર્યવાહીમાં મૃતકની બેદરકારીનો ઉલ્લેખ કરવામાં આવતા ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પિત્તો છટક્યો હતો, પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર અવાજમાં બોલાચાલી કરી ધમકી આપતા કહ્યું હતું કે ‘નોકરી કરો છો, ચમચાગીરી કરવાનું બંધ કરો, ખબર નહીં પડે ક્યાં મૂકી દઈશ’.
