
– ખાલિદાના પુત્રનું 17 વર્ષ પછી બાંગ્લાદેશમાં પુનરાગમન
– બાંગ્લાદેશની જનતા અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકતાંત્રિક અધિકારોની પુન:સ્થાપના ઈચ્છે છે : બીએનપી નેતા રહેમાન
– હિંદુઓની હત્યાની તારિકે ટીકા કરતા બાંગ્લાદેશમાં હવે કટ્ટરવાદ ઘટવાની આશા
ઢાકા : બાંગ્લાદેશમાં ફેબુ્રઆરી ૨૦૨૬માં સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે બીએનપીના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન લગભગ બે દાયકાના નિર્વાસન પછી ગુરુવારે પોતાના દેશ પાછા ફર્યા હતા. બીએનપીના પીએમપદના સંભવિત ઉમેદવાર તારિક રહેમાને ઢાકામાં બાંગ્લાદેશના ભવિષ્ય અંગે પોતાનું વિઝન રજૂ કર્યું હતું. તેમણે દેશની બહુલતા અને વિવિધતા પ્રત્યે સહિષ્ણુતા પર પ્રકાશ પાડતા કહ્યું, આ ભૂમિ મુસ્લિમો, હિન્દુઓ, બૌદ્ધો અને ખ્રિસ્તીઓની છે.
