
શહેરની સયાજી હોસ્પિટલમાં એક દિવસની તાજી જન્મેલી બાળકી ત્યજી ફરાર થનાર અજાણી વ્યક્તિ સામે રાવપુરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગઈકાલે સવારે સયાજી હોસ્પિટલના પીડીયાટ્રીક આઈ.સી.યુ. વિભાગમાં કોઈ અજાણી વ્યક્તિ એક દિવસની બાળકી બેડ પર મૂકી ફરાર થઈ ગઈ હતી.
