
Who Is Next Target Of America After Venezuela? : અમેરિકાએ વેનેઝુએલામાં ઘૂસીને સૈન્ય કાર્યવાહી કરીને રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરી છે, ત્યારબાદ વિશ્વભરમાં સવાલ ઉઠી રહ્યા છે કે, હવે અમેરિકના ટાર્ગેટ પર કયો દેશ છે? રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કાર્યવાહી માત્ર વેનેઝુએલા પુરતી જ રહેવાની છે કે પછી તેઓ વધુ દેશોમાં પણ પોતાની શક્તિનો ઉપયોગ કરવાના છે? અમેરિકા અને ઈરાન વચ્ચે બગડેલા સંબંધો જગજાહેર છે. તાજેતરમાં જ ઈરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થયા બાદ, ત્યારબાદ અમેરિકાએ ઈરાનને પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ ન કરવાની ધમકી પણ આપી હતી, તેથી આશંકા મુજબ, અમેરિકા વેનેઝુએલા બાદ હવે ઈરાનમાં પણ સૈન્ય કાર્યવાહી કરી શકે છે.
માદુરોની ધરપકડ બાદ અમેરિકાની ટીકા
ગાર્ડિયનના અહેવાલ મુજબ, અનેક વિશ્લેષકોએ નિકોલસ માદુરો (Nicolas Maduro)ની ધરપકડને ગેરકાયદે ગણાવ્યો છે, કારણ કે અમેરિકાએ સ્થાનીક કાયદાનું પાલન અથવા આંતરરાષ્ટ્રીય સંધિઓ વગર સૈન્ય બળનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરી છે. એવું કહેવાય છે કે, અમેરિકાએ ડ્રગ્સની દાણચોરી કે ગેરકાયદે પ્રવાસીઓને અટકાવવાના બહાને નહીં પરંતુ પોતાની સૈન્ય શક્તિ દેખાડવા માટે આ કાર્યવાહી કરી છે.
