
Supreme Court On Kerala Sabarimala Temple Gold Theft Case : સુપ્રીમ કોર્ટમાં આજે (5 જાન્યુઆરી) કેરળના સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીના કેસ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરીને ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડના પૂર્વ સભ્ય કે.પી.શંકર દાસની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે શંકર દાસની અરજી ફગાવીને કહ્યું કે, ‘તમે ભગવાને પણ છોડ્યા નથી.’
જવાબદારીમાંથી છટકી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ
