
Sabarimala Gold Theft Case: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાંથી સોનાના ઘરેણાની ચોરીના હાઈ-પ્રોફાઈલ મામલે SITએ મોટી કાર્યવાહી કરી છે. સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારી (તંત્રી) કંડારારુ રાજીવારુની સોનાની ચોરીના કેસમાં પૂછપરછ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ કાર્યવાહી મંદિર પરિસરમાંથી કિંમતી સોનાના દાગીના ગાયબ થવાના કેસની તપાસ દરમિયાન કરવામાં આવી છે.
