
Impact of Iran Crisis on India: ઈરાનમાં આર્થિક સંકટને પગલે શરૂ થયેલું આંદોલન હવે હિંસક અને ઉગ્ર બની રહ્યું છે. ડિસેમ્બર 2025થી શરૂ થયેલા આ દેખાવોને કારણે ઈરાન અત્યારે રાજકીય અને આર્થિક અસ્થિરતાના ઉંબરે આવીને ઊભું છે. ઈરાનની આ કટોકટી ભારત માટે માત્ર ભૌગોલિક ચિંતા નથી, પરંતુ આર્થિક અને વ્યુહાત્મક રીતે પણ મોટું નુકસાન પહોંચાડી શકે તેમ છે.
ઈરાનમાં ઈન્ટરનેટ બંધ, 78થી વધુના મોત
ઈરાનમાં ફુગાવો, બેરોજગારી અને ચલણના ઘટતા મૂલ્ય સામે જનતા રસ્તા પર ઉતરી આવી છે.
