
Premanand Maharaj: ઉત્તર પ્રદેશના મથુરામાં વૃંદાવનના છટીકરા માર્ગ પર આવેલી શ્રીકૃષ્ણ શરણમ સોસાયટીમાં એ સમયે અફરા તરફી મચી ગઈ, જ્યારે સંત પ્રેમાંદન મહારાજના ફ્લેટ નંબર 212માં ભીષણ આગ લાગી, શોર્ટ સર્કિટ આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. જો કે ઘટના વખતે મહારાજના સેવાદારો દ્વારા સ્થાનિક લોકો, પોલીસકર્મીઓ અને પત્રકારો સાથે કરેલા અભદ્ર વર્તનથી મામલો વધુ ગરમાઈ ગયો હતો.
પ્રેમાનંદ મહારાજ હાજર ન હતા
મળતી માહિતી મુજબ, ફ્લેટમાંથી અચાનક જ ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળા ઉઠી હતી જેને જોઈને આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. સદભાગ્ય એ હતું કે પ્રેમાનંદ મહારાજ છેલ્લા એક મહિનાથી શ્રી રાધાહિત કૈલીકુંજમાં આશ્રય લઈ રહ્યા છે.
