
Jamnagar Cyclophane-2026 : રોટરી ક્લબ ઓફ છોટાકાશી જામનગર દ્વારા આયોજિત ‘સાયક્લોફન 2026 માં 1,700 થી વધુ સાયકલિસ્ટોની સહભાગીદારી સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ ઇવેન્ટને કારણે જામનગર શહેર ઉર્જા અને ઉત્સાહના કેન્દ્રમાં ફેરવાઈ ગયું હતું. જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા સાયકલિસ્ટોએ 05 કિમી, 10 કિમી, 25 કિમી, 50 કિમી અને 100 કિમીની પાંચ વિવિધ શ્રેણીઓમાં ભાગ લીધો હતો. આ આયોજન શહેરની અત્યાર સુધીની સૌથી મોટી સામુદાયિક સાયકલિંગ ઇવેન્ટ્સમાંની એક બની રહી.
આ કાર્યક્રમમાં પરિવારો, વિદ્યાર્થીઓ, ફિટનેસ પ્રેમીઓ અને પ્રોફેશનલ સાયકલિસ્ટોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો, જે જામનગરના નાગરિકોમાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે વધતી જતી જાગૃતિ દર્શાવે છે.
