
અમદાવાદ : બજેટ ૨૦૨૬-૨૭ આ વખતે રાબેતા મુજબ તા. ૧ ફેબ્રુઆરીએ જ રજુ થશે. કર નિષ્ણાતોએ સરકારને ચેતવણી આપી છે કે ઉચ્ચ આવક ધરાવતા જૂથો પર આવકવેરા સરચાર્જ વધારવો અથવા સંપત્તિ કર ફરીથી લાગુ કરવો ખતરનાક બની શકે છે. તેમના મતે, આનાથી ભારતમાંથી મૂડી અને પ્રતિભાના પલાયનનું જોખમ વધી શકે છે.
હાલમાં, ૫૦ લાખથી વધુની વાર્ષિક આવક ધરાવતા વ્યક્તિઓ તેમના આવક સ્તરના આધારે સરચાર્જને પાત્ર છે.
