
Rajkot News: રાજકોટના પડધરી તાલુકાના ખોખરી ગામમાં ચાર દિવસથી ગુમ થયેલા પિતા અને પુત્રના મૃતદેહ ગામના વોકડામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
16 જાન્યુઆરીથી ગુમ હતા પિતા-પુત્ર
મળતી માહિતી અનુસાર, અનુસાર, ખોખરી ગામના 27 વર્ષીય રાજેશ ડાવર અને તેમનો છ વર્ષીય પુત્ર અરુણ ડાવર 16મી જાન્યુઆરીના રોજ ગુમ થયા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો.
