
Pakistan Joins Trump’s ‘Board of Peace’ for Gaza : પાકિસ્તાને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝામાં શાંતિ સ્થાપવા માટે રચાયેલા ‘બોર્ડ ઑફ પીસ’માં સામેલ થવાનું આમંત્રણ સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે એક નિવેદન જારી કરીને વડાપ્રધાન શહબાઝ શરીફના આ બોર્ડમાં સામેલ થવાના નિર્ણયની પુષ્ટિ કરી છે. આ સાથે, અત્યાર સુધીમાં 9 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો આ બોર્ડને પોતાનું સમર્થન આપી ચૂક્યા છે.
શા માટે પાકિસ્તાન જોડાયું?
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, “પાકિસ્તાનનું આ પગલું સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 2803 હેઠળ ગાઝા શાંતિ યોજનાને સમર્થન આપવાના પ્રયાસોનો એક ભાગ છે.
