
Ahmedabad Water News : અમદાવાદના રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને પાણી પુરુ પાડતી શેઢી કેનાલમાં રીપેરીંગની કામગીરી કરવાની છે. રીપેરીંગની કામગીરીના કારણે શેઢી કેનાલમાંથી પાણી છોડવાનુ બંધ કરાશે.આ કારણથી આગામી બે દિવસ સુધી પૂર્વ અને દક્ષિણઝોનના અંદાજે 10 લાખ લોકોને ઓછા પાણીથી ચલાવવુ પડશે. વટવા,રામોલ-હાથીજણ ઉપરાંત વસ્ત્રાલ, મણીનગરની સાથે ઈસનપુર તેમજ લાંભા વિસ્તારમાં પાણીની ઘટ પડશે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, શેઢી કેનાલમાં સિંચાઈ વિભાગ દ્વારા રીપેરીંગની કામગીરી કરાવવામા આવશે.
