
મુંબઇ,૨૮ જાન્યુઆરી,૨૦૨૬,બુધવાર
બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના કદાવર નેતા અને ઉપ મુખ્યમંત્રી અજીત પવારનું નિધન થતા હાહાકાર મચી ગયો છે. વિમાન મુંબઇથી બારામતી જઇ રહયું હતું ત્યારે ક્રેશ લેન્ડ થયું હતું. આ વિમાન દુર્ઘટનાની તપાસ એએઆઇબીની એક વિશેષ ટીમ કરશે. આ દુર્ઘટનામાં અજીત પવાર ઉપરાંત પાયલોટ અને કો પાયલોટ સહિત પાંચ લોકોના પણ મુત્યુ થયા છે. એક ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર તપાસ ટીમ વિમાનના ફલાઇટ રેકોર્ડર, ગ્રાઉન્ડ પ્રોકિસમિટી વોર્નિગ સિસ્ટમ અને ડિજિટલ એન્જીન ઇલેકટ્રોનિક સિસ્ટમ જપ્ત કરવામાં આવશે.
