ચોટીલામાં સરકારી જમીન પરની ગૌશાળા તોડી પડાતા હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- 'ખાતાકીય તપાસ પણ થઈ શકે'

📅 Published: February 3, 2026 | 📂 Category: Uncategorized


Surendranagar News: સુરેન્દ્રનગરના કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, ચોટીલા મામલતદાર અને ચોટીલા નગરપાલિકા સામે ગુજરાત હાઇકોર્ટમાં દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટ, ચોટીલા દ્વારા એક અરજી કરવામાં આવી છે. સુનાવણીમાં હાઈકોર્ટએ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર એચટી મકવાણાએ કરેલી કાર્યવાહી પર સંજ્ઞાન લીધું હતું અને કાયદો હાથમાં લેવા પર અધિકારીઓ પર સવાલોનો મારો કર્યો હતો. 

અરજદારનું શું કહેવું છે?

15 જાન્યુઆરીના રોજ અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે કોઈપણ જાતની નોટિસ વિના તંત્રએ શિયાળાની ઋતુમાં ગૌશાળાનો શેડ કાઢી નાખ્યો, મહત્વનું છે કે ટ્રસ્ટે સ્વીકાર્યું હતું કે તેમનું બાંધકામ સરકારી જમીન પર છે પરંતુ તેના પર 80 વર્ષથી કબજો છે જેથી કોઈ નોટિસ પણ બતાવવામાં કે આપવામાં આવી નથી. વહીવટી તંત્રએ મંદિર નથી તોડ્યું પણ પણ ગૌશાળા તોડવામાં આવી રહી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *