
મુંબઈ : અમેરિકા સાથે વેપાર કરારની જાહેરાત બાદ ટેરિફ સંબંધિત દબાણમાં ઘટાડા તથા બજેટમાં સરકારી ખર્ચમાં વધારો કરવાની દરખાસ્ત બાદ વિકાસ અંગેની ચિંતા હળવી થતા અને ફુગાવો નીચા સ્તરે જળવાઈ રહેતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે અપેક્ષા પ્રમાણે જ વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. આજના નિર્ણયને પગલે હોમ, વ્હીકલ સહિતની લોન પરના વ્યાજ દર અને ઈએમઆઈમાં ઘટાડો નહીં થાય. આગામી નાણાં વર્ષના પ્રારંભમાં મોંઘવારી વધવાના સંકેત અપાયા હતા.
આગામી નાણાં વર્ષ માટેનું બજેટ જાહેર થયા બાદ રિઝર્વ બેન્કની આ પ્રથમ નીતિવિષયક બેઠક હતી.
