અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આયોજિત ભગવાન બિરસા મુંડા જનજાતિ ગૌરવ કળશ યાત્રા ગોધરા પહોંચી હતી. સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરાના એનએસએસ યુનિટ દ્વારા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જયંતિ નિમિત્તે આ યાત્રાનું આયોજન સમગ્ર ભારતમાં કરવામાં આવ્યું છે. બિરસા મુંડાએ અંગ્રેજો સામે હિંમતપૂર્વક સંઘર્ષ કર્યો હતો અને માતૃભૂમિ માટે શહીદી વહોરી હતી. તેમના વતનમાંથી લાવવામાં આવેલી પવિત્ર માટી ભરેલા કળશનું કોમર્સ કોલેજ ખાતે સ્વાગત કરાયું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડો. શૈલેન્દ્ર પાંડે, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકી અને મોટી સંખ્યામાં એનએસએસ સ્વયંસેવકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે બિરસા મુંડાના સંદેશને ઘરે-ઘરે પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે, ABVPના પંચમહાલ જિલ્લા સંયોજક હર્ષ પરમારે ભગવાન બિરસા મુંડા વિશે અને કળશ યાત્રાના ઉદ્દેશ્ય વિશે વિસ્તૃત માહિતી આપી હતી. એનએસએસ લીડર ભવ્ય દેવડા અને કુ. હર્ષિતા ચતવાણીએ કાર્યક્રમના આયોજનમાં સહયોગ પૂરો પાડ્યો હતો.
ABVPની બિરસા મુંડા કળશ યાત્રા ગોધરા પહોંચી:કોમર્સ કોલેજ દ્વારા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
