
Surat News: સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ડ્રગ્સ સ્મગલિંગના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બેંગકોકથી આવેલી ફ્લાઇટમાં અત્યંત ચાલાકીપૂર્વક છુપાવીને લાવવામાં આવેલો આશરે 7 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો હાઇડ્રોપોનિક હાઈબ્રિડ ગાંજો અધિકારીઓએ જપ્ત કર્યો છે. આ મામલે ચાર શખસોની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
સીટ અને કુશન નીચે છુપાવ્યું હતું મોતનું સરેસામાન
મળતી માહિતી અનુસાર, કસ્ટમ વિભાગને બેંગકોકથી આવતી ફ્લાઇટમાં માદક દ્રવ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
