
– મોબાઈલ સિગ્નલથી ખેલ પાડી રહેલાં સ્કેમર્સથી સાવધાન!
– પોર્ટેબલ મોબાઈલ ટાવરથી મોબાઈલને કનેક્ટ કર્યા બાદ યુઝર્સને ફેક મેસેજ અને ઓટીપીની જાળમાં ફસાવવાનું નવું સાઈબર ષડયંત્ર
નવી દિલ્હી : ફેક બેઝ સ્ટેશન. ગેરકાયદે મોબાઈલ નેટવર્ક માટે બનાવવામાં આવતાં સેટઅપ માટે આ શબ્દ પ્રયોજાય છે. ટાવર જેવો ભ્રમ પેદા કરીને મોબાઈલને ફેક નેટવર્ક સાથે કનેક્ટ કરવામાં આવે છે અને પછી એ નેટવર્કમાં કનેક્ટ થયેલા મોબાઈલમાંથી મેસેજ મોકલીને છેતરપિંડી કરવામાં આવે છે.
