
– ‘નીચતા નીચલા સ્તરે પહોંચી છે’ : નિરીક્ષકો
– અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ કહ્યું : ‘આવી દુર્ભાવપૂર્ણ અફવાઓ ચલાવવી જ ન જોઈએ, તેથી ધાર્મિક ભાવનાઓને આઘાત પહોંચે છે’
નવી દીલ્હી : અમેરિકામાં બાલિકાઓ અને મહિલાઓના યૌન શોષણના અપરાધી જેફરી એપસ્ટિન સાથે બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક ગુરૂ ૧૪મા દલાઈ લામાનું પણ નામ જોડાતા બૌદ્ધ ધર્મીઓ, બૌદ્ધ ધર્મી દેશો અને ભારત સહિત દુનિયાના દેશોને આંચકો લાગ્યો હતો. આ અંગે દલાઈ લામાના કાર્યકર તરફથી સ્પષ્ટીકરણ કરતું નિવેદન પ્રસિદ્ધ કરાયું છે. તેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, ‘હીઝ હોલીનેસને, જેફરી એપસ્ટિન સાથે કોઈ જ સંબંધ નથી. તેઓ તેને કદી મળ્યા ન હતા કે, પોતાના તરફથી કોઈને મળવા મોકલ્યા પણ ન હતા.
