
– ઓમ બિરલા ‘ખુલ્લેઆમ પક્ષપાતી’ વલણ દાખવે છે : કોંગ્રેસ
– અવિશ્વાસ દરખાસ્ત પર રાહુલ, અખિલેશ, તૃણમૂલ સાંસદોના હસ્તાક્ષર નહીં : ઓમ બિરલાનો ગૃહમાં નહીં આવવા નિર્ણય
નવી દિલ્હી : કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે મંગળવારે ઓમ બિરલાને લોકસભાના અધ્યક્ષપદેથી હટાવવા માટે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. વિપક્ષની અવિશ્વાસની દરખાસ્ત પર કોંગ્રેસ, દ્રમુક, સમાજવાદી પાર્ટી સહિત ૧૨૦થી વધુ સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે, પરંતુ નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી અને સપા નેતા અખિલેશ યાદવે તેના પર હસ્તાક્ષર કર્યા નથી. બીજીબાજુ ઓમ બિરલાએ નિર્ણય કર્યો છે કે આ અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ના થઈ જાય ત્યાં સુધી તેઓ ગૃહની અંદર પ્રવેશ નહીં કરે. જોકે, ઓમ બિરલા વિરુદ્ધ આ પ્રસ્તાવ પાસ થવાની શક્યતા ઓછી છે.
