Amreli News: લાઠીના ઝરખીયા ગામે મધમાખીઓનો આતંક, પાદરમાં બેઠેલા 6 લોકોને લીધા અડફેટે

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમરેલીના લાઠી તાલુકાના ઝરખીયા ગામે આજે અચાનક ઝેરી મધમાખીઓએ આતંક મચાવતા ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. ગામના પાદર અને સીમ વિસ્તારમાં બેઠેલા નિર્દોષ લોકો પર મધમાખીઓના ઝુંડે હિંસક હુમલો કર્યો હતો, જેમાં 5 થી 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. શાંતિથી બેઠેલા લોકો પર અચાનક ત્રાટકી મધમાખીઓ મળતી માહિતી મુજબ, ઝરખીયા ગામના પાદર પાસે કેટલાક લોકો બેઠા હતા, ત્યારે અચાનક જ ક્યાંકથી મધમાખીઓનું મોટું ઝુંડ ઉડીને આવ્યું હતું.

ઝરખીયા ગામે 5થી 6 વ્યક્તિ પર હુમલો

કંઈ પણ સમજાય તે પહેલા જ મધમાખીઓએ ત્યાં હાજર લોકો પર ડંખ મારવાનું શરૂ કરી દીધું હતું. મધમાખીઓના હુમલાથી બચવા માટે લોકોએ દોડધામ કરી મૂકી હતી, પરંતુ ઝેરી મધમાખીઓએ 6 જેટલા લોકોને ગંભીર રીતે કરડી લીધા હતા. સારવાર અને ઈજાગ્રસ્તોની સ્થિતિ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક અસરથી સારવાર માટે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ગામની સીમમાં બેઠેલા લોકો પર હુમલો

ઈજાગ્રસ્તો પૈકી બે વ્યક્તિઓની હાલત વધુ નાજુક જણાતા અને મધમાખીના ઝેરની અસર વધુ હોવાથી તેમને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. ગામમાં બનેલી આ ઘટનાને પગલે સીમમાં જતા ખેડૂતો અને ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, અવારનવાર ઝાડ પર રહેલા મધપુડા છંછેડાવાને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં જોખમ વધી જાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *