Bardoliના શાકભાજી માર્કેટમાં વાસણની દુકાનમાં થયેલા બ્લાસ્ટમાં સારવાર દરમિયાન એકનું મોત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સુરત જિલ્લાના બારડોલીના શાકભાજી માર્કેટમાં બ્લાસ્ટની ઘટના બની હતી. ગત શુક્રવારના રોજ વાસણની દુકાનમાં બ્લાસ્ટ થયો હતો. દુકાનમાં ધાડાકા સાથે થયેલ બ્લાસ્ટમાં સંપૂર્ણ દાજીગયેલ સગીરનું મોત થયું છે. ઇજાગ્રસ્ત થયેલ સગીરનું સુરત ખાતે ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનાને ચાર દિવસ થયા છતાં કોઈ સાચું તથ્ય બહાર નહીં આવતા અનેક શંકા કુશંકા લાગી રહી છે.

દુકાનમાં થયેલા બ્લાસ્ટમાં યુવકનું મોત

બારડોલીમાં દુકાનમાં એટલી તીવ્રતાનો બ્લાસ્ટ થયો કે દુકાનનો સ્લેબ પણ ધરસાઈ થયો હતો. ગત શુક્રવારના રોજ વહેલી સવારે દુકાન ખોલતાની સાથે ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. દુકાનમાં ગેરકાયદે ગેસ રીફલિંગ થતું હતું કે કેમ તે તપાસ જરૂરી બની છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ સગીરનું સુરત ખાતે ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે.

બારડોલીના શાકભાજી માર્કેટમાં બ્લાસ્ટની ઘટના

શાકમાર્કેટમાં આવેલ વાસણની દુકાનમાં અચાનક બ્લાસ્ટ થવાની ઘટનામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના મામલે પોલીસે જાણવાજોગ ગુનો નોંધી તપાસ કરી રહી છે. જો કે આ મામલે એફએસેલનો રીપોર્ટ આવશે ત્યારે હકીકત જાણવા મળશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *