સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, સિહોરમાં ધોધમાર વરસાદ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

  • ભરઉનાળે તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો
  • કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ
  • ગઈકાલે પણ અમરેલીમાં કરા સાથે વરસાદ પડ્યો હતો
ગુજરાતમાં એક તરફ ઉનાળો ચરમ પર છે અને કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં બે દિવસથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગઈકાલે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયા બાદ હવે આજે ભાવનગરના સિહોર પંથકમાં વરસાદ ધોધમાર વરસાદ પડ્યો છે.
વહેલી સવારે આકરી ગરમીથી શેકાતા સિહોર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો થયો હતો. અચાનક ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા ઉનાળુ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે.
જુઓ VIDEO: 

એક તરફ કાળઝાળ ગરમીથી શેકાતા નાગરિકોને કમોસમી વરસાદથી ઠંડક મળતા રાહત અનુભવી રહ્યા છે, તો બીજી તરફ પાક નુકસાનની ભીતિના પગલે જગતનો તાત ચિંતિત બન્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમરેલી જિલ્લાના ખાંભા, સાવરકુંડલા અને રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ભરઉનાળે મીની વાવાઝોડા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના કારણે ઉનાળુ પાક ડુંગળી, બાજરી અને તલને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે કેરીનો પણ પાક ખરી પડ્યો હતો. 

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *