- બીલીમોરા ગોહરબાગ શ્વે. મૂ.પૂ. જૈન સંઘમાં પદ્મદર્શનવિજયજીની અમૃતવાણી
- જેમાં મોટી સંખ્યામાં શ્રેતાઓએ અમૃતવાણીનમો લાભ લીધો હતો
- આજના માનવે શરીરને મેડિકલ સ્ટોર બનાવી દીધું છે
સોમનાથ રોડ સ્થિત શ્રી ગોહરબાગ શ્વે. મૂ.પૂ. જૈન સંઘના શુભહ સંકુલમાં પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં ધર્મસભાનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રેતાઓએ અમૃતવાણીનમો લાભ લીધો હતો.તેમણે જણાવ્યું હતું કે, આજના માનવે શરીરને મેડિકલ સ્ટોર બનાવી દીધું છે. શરીરનું સ્વાસ્થ્ય એ આપણી સંપત્તિ છે. અબજોની સંપત્તિ હોય પણ જો શરીર કેન્સરગ્રસ્ત હોય તો એ સંપત્તિનું મૂલ્ય ઝીરો છે. સૌંદર્ય કદાચ જો તમારી પાસે વિશ્વસુંદરીનું હોય પણ બને કીડનીઓ જો ફેઇલ થઇ ગઇ હોય તો એ સૌંદર્યની કોઇ કિંમત નથી. સત્તા ભલે વિસ્તૃત હોય પણ તમારૂં શરીર લકવાગ્રસ્ત બની ગયું હોય તો એ સત્તાની કોઇ વેલ્યુ નથી. સંપત્તિના સુખ કરતા પણ શરીરનું સુખ મહત્વનું છે. દુર્ભાગ્યની વાત તો એ છે કે, ભૂખ માટે, પચાવવા માટે, શાંતિ માટે અને ઉંઘ માટે પણ કેટલાક લોકોને ગોળીની જરૂર પડે છે માણસે પોતાની જીવન શૈલી બદલાવી જરૂર છે. સવારે નાસ્તાના સમય સુધી કેટલાક નબીરાઓ ઉંઘ્યા કરતા હોય છે. પરમાત્માના દર્શન, વંદન અને પૂજન સમયે બજારમાં ભાગવાની તૈયારી ચાલતી હોય છે. રાત્રે સુવાના સમયે બહાર રખડવાનું અને ભટકવાનું ચાલતું હોય છે. શરીર જો સાથ ન આપે તો ધર્મ કેવી રીતે કરી શકાય ? ધર્મની સાધના માટે શરીરની સુખાકારી જરૂરી છે. દિનચર્યાની ચોક્કસ વ્યવસ્થા હોવી જોઇએ. વ્ સ્વીકારભાવની અમીરી, સમાધાનવૃત્તિની ખુમારી અને જતુ કરવાની મર્દાનગી જેની પાસે હોય તે આ જગતનો સૌથી સુખી માણસ છે. અતૃપ્તિ અને અસંતોષ જીવનને દુઃખી દુઃખી કરી નાખે છે.
