Kheralu: પૂર્વ MLAના ખેતરમાંથી ચંદનની ચોરી, ચોરો 5 વૃક્ષો કાપીને લઈ ગયા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ખેરાલુના પૂર્વ MLAના ખેતરમાંથી ચંદન ચોરાયું હોવાની ઘટના સામે આવી છે. ખેરાલુ તાલુકાના મલેકપુરમાં અજમલજી ઠાકોરના ખેતરમાંથી ચંદનની ચોરી થઈ છે. અજમલજીના ખેતરમાં 40થી વધુ ચંદનના વૃક્ષ છે. ચોરો 5 જેટલા ચંદનના થડ કાપીને લઇ ગયા છે. પૂર્વ ધારાસભ્યએ પોલીસમાં ફરિયાદ કરી છે. ખેરાલુમાં ચંદનના ઝાડની તસ્કરી કરતા તત્વોની સક્રિયતાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

પૂર્વ MLAના ખેતરમાંથી ચંદન ચોરાયું 

ખેરાલુ તાલુકાના મલેકપુર ગામે પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના ખેતરમાંથી ગત્ મોડી રાત્રે ચંદનના ઝાડની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. પૂર્વ ધારાસભ્યના આંબાવાડયુ ખેતરમાં 40 થી વધુ ચંદનના વૃક્ષો છે. ખેતરમાં ચંદનની ચોરી થયાની જાણ થતા ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી સ્થાનિક લોકોની માગ ઉઠી છે. ચોરો પોલીસને પડકાર ફેકતા હોય તેવું દેખાય રહ્યું છે.પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરી છે.

 ખેતરમાંથી 5 જેટલા ચંદનના થડ ચોરી

ચોરો પૂર્વ ધારાસભ્યના ખેતરમાંથી 5 જેટલા ચંદનના થડ કાપીને લઇ ગયા છે. આ ઘટનાની જાણ થતા . પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર પોતાના ખેતરે દોડી ગયા હતા. તેમના જણાવ્યા અનુસાર ચોરો 5 જેટલા ચંદનના જાડ કાપી ગયા છે. આ સાથે જ બીજા ઝાડમાં નુકસાની પણ પહોંચાડી છે. આ મામલે પૂર્વ ધારાસભ્યએ પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદના આધારે ચોરોને ઝડપી લેવા તપાસ આદરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *