Padra:જિલ્લાના ધો.1-2નાં શિક્ષકો માટેની ડાયટ તાલીમ યોજાઈ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સ્ટેટ પ્રોજેક્ટ ઓફ્સિ, સમગ્ર શિક્ષા, ગાંધીનગરની સૂચના અન્વયે તથા નેશનલ એજ્યુકેશન પોલિસી-2020ને ધ્યાને લઈ નિપુણ ભારત મિશનને સાર્થક કરવાના હેતુથી બાલવાટિકા તેમજ ધો. 1 અને 2ના બાળકો માટે ઉપલબ્ધ કરાવેલી અધ્યયન-અધ્યાપન સામગ્રીના અસરકારક ઉપયોગ અંગે શિક્ષકોની જિલ્લાકક્ષાની ડાયટ તાલીમ યોજાઇ હતી.

શૈક્ષણિક વર્ષ 2024-25થી તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2ના બાળકો માટે વિવિધ પ્રકારની અધ્યાપન સામગ્રી ઉપલબ્ધ કરાઇ છે. શૈક્ષણિક વર્ષ 2025-26માં ધો.1 અને 2ના બાળકોને અભ્યાસક્રમમાં નવિનતા, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ તથા વર્ગખંડની પ્રક્રિયાને વધુ રુચિકર બનાવવા માટે આ સામગ્રીનો યોગ્ય ઉપયોગ થાય તે આશયથી તા. 7 અને 8 જાન્યુ.-26એ ડાયટ, વડોદરા ખાતે બે દિવસીય બિનનિવાસી માસ્ટર ટ્રેનર્સ તાલીમ યોજાઈ હતી.

તાલીમમાં જિલ્લાના અંદાજે 70 જેટલા તાલીમાર્થીએ ભાગ લીધો હતો. રાજ્યકક્ષાએ તૈયાર થયેલા આર.પી. (Resource Persons) દ્વારા તાલીમ અપાઇ હતી. સમગ્ર આયોજન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડેના સીધા માર્ગદર્શનમા કરાયું હતું. જેના પ્રથમ દિવસે ડીઇઓ મહેશ પાંડેએ તાલીમાર્થીને વિવિધ દ્રષ્ટાંતો દ્વારા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે શાળાઓને આપેલી શૈક્ષણિક સાહિત્ય-સામગ્રીનો અસરકારક ઉપયોગ થાય તે બાબત પર ભાર મૂક્યો હતો. માસ્ટર ટ્રેનર્સ તાલીમ પૂર્ણ થયા બાદ હવે જિલ્લાના દરેક તાલુકામાં ધો.1 અને 2ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો માટે તાલુકા કક્ષાએ વિવિધ તાલીમ કેન્દ્રો ઉપર તાલીમ યોજાશે. તેવી માહિતી અપાઇ છે. જિલ્લા કક્ષાએ યોજાયેલ માસ્ટર ટ્રેનર્સ તાલીમનું સફ્ળ સંચાલન ઝ્રઇઝ્ર કો.ઓ. બીનીતાબેન તરબદા તથા મુકેશ શર્મા દ્વારા કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *