- બોરીદ્રા અને માંડણની વચ્ચે આવેલા મકાઈ ટર્નિંગ પાસે
- કાર પ્રોટેક્શન વૉલ સાથે અથડાઈ : ચાર વ્યક્તિનો બચાવ
- સુરતથી SOU જતી કારનું સ્ટિયરિંગ લૉક થતાં અકસ્માત થયો હતો.
સુરતથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટી તરફ્ ફરવા જઈ રહેલા એક પરિવારની કારનું સ્ટેરીંગ લૉક થઈ જતાં અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ 26 મીની સવારે એક કારમાં ચાર લોકો સવાર થઈ સુરતથી નીકળ્યા હતા અને તેઓ સ્ટેચ્યુ ઓફ્ યુનિટી તરફ્ જઈ રહ્યા હતા. બોરીદ્રા અને માંડણની વચ્ચે આવેલા મકાઈ ટર્નિંગ પાસે અચાનક કારનું સ્ટેરીંગ લૉક થઈ જતા
કાર પ્રોટેક્શન વોલ સાથે અથડાઈ હતી. સવારનો સમય હતો અને ટ્રાફ્કિની અવરજવર ઓછી હોવાના કારણે અન્ય કોઈ વાહન સાથે અકસ્માત નહી થતા સદનસીબે કારમાં બેઠેલા ચારે લોકોનો બચાવ થયોહતો. બનાવની જાણ થતા નર્મદા હાઇવે પેટ્રોલની કાર સ્થળ ઉપર પહોંચી હતી અને વાહનને ખસેડવાની કામગીરી કરી હતી.
