Vapi GIDCમાં અનુસૂયા સર્જીકલ કંપનીમાં લાગેલી આગમાં 1 કામદારનું મોત, 1ની હાલત હજું પણ ગંભીર

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ગત સોમવારે વાપી જીઆઇડીસીમાં આવેલી અનુસૂયા સર્જીકલ કંપનીમાં આગ લાગી હતી, જેમાં બે કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા. ઘટનામાં એક કામદારનું આજે વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.

 અન્ય એક કામદારની હાલત હજી ગંભીર

મૃતકની ઓળખ 21 વર્ષીય સની કુમાર તરીકે કરવામાં આવી છે. અન્ય એક કામદારની હાલત હજી ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે.

કામદારોની સુરક્ષા પર સવાલ

આ ઘટના વાપી સહિત જિલ્લામાં કામદારોની સુરક્ષા પર સવાલ ઊભા કરતી ઘટનાઓમાં એક છે. સ્થાનિક તંત્રએ આગની ઘટના અંગે તપાસ શરૂ કરી છે . 

આ પણ વાંચો—-   Ambaji : રોંગ સાઇડમાં કાર ચલાવી વાહનોને અડફેટે લેનારા બુટલેગર મેહુલ બારોટની ધરપકડ, ગાંધીનગર સુધી પહોંચ્યો મામલો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *