Sabarkantha News: હિંમતનગર વિજાપુર હાઇવે પર દેરોલ પાસેના જર્જરિત પુલ પર ગાબડું પડ્યું

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ગુજરાતમાં ભારે વરસાદને કારણે જળાશયો ઓવરફ્લો થયાં છે. આ ઉપરાંત ઉપરવાસમાંથી ધરોઈ ડેમમાં આવેલા પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે. અમદાવાદમાં સાબરમતી નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ત્યારે સાબરમતી નદીમાં જીવના જોખમે માછીમારી કરતા માછીમારો નજરે પડ્યાં છે. નદી કાંઠે જવા પર પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરતાં લોકો નજરે પડ્યાં છે. આ ઉપરાંત નદી કાંઠેથી રેતી ખનનની સામગ્રી પણ જોવા મળી છે. ત્યારે આ બ્રિજ પર ગાબડું પડ્યું હોવાથી પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

પુલને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો

હિંમતનગર વિજાપુર સ્ટેટ હાઇવે રોડ પર દેરોલ પાસેના પુલ પર ગાબડું પડ્યું છે. આ પુલ પર તાત્કાલિક વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. પુલ પર ગાબડું પડતા લોકોમાં ભય ફેલાયો છે. ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા સાબરમતી નદી ગાંડીતૂર બની છે. પુલની નીચે નદીમાં પાણીનો ખતરનાક પ્રવાહ અને જળસપાટી ભયજનક હોવાથી પુલને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. આ પુલ હિંમતનગર, વિજાપુર અને મહેસાણાને જોડે છે. 60 વર્ષ પહેલા બનેલો આ પુલ જર્જરિત હોવાથી લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

ઉપરવાસમાંથી પાણી આવતા નદીમાં પુર જેવી સ્થિતિ

સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી પાણી આવતા નદીમાં પુર જેવી સ્થિતિ જોવા મળી છે. સાબરકાંઠામાં દેરોલ ગામ પાસેનો સાબરમતી નદી પરનો પુલ જોખમી હાલતમા હોવાથી બંધ કરવામાં આવ્યો છે. જર્જરિત હોવાથી આ બ્રિજને સલામતીના ભાગરૂપે બંધ કરાયો છે. સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. નદી કાંઠે નહીં જવાની અપીલ કરવામાં આવી હોવા છતાં કેટલાક માછીમારો માછી મારી કરતાં નજરે પડ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *