મહેસાણા જિલ્લામાં વિજાપુર નગર પાલિકા વોર્ડ રચના અનામત ફાળવણી જાહેર કરવામાં આવી છે. વિજાપુરમાં ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત અને નગરપાલિકાનું એકત્રિકરણ કરવા સરકાર સક્રિય થઈ ગઈ છે અને તેની સામે લોકોનો વિરોધ પણ સામે આવ્યો હતો. હવે સત્તા વાર રીતે વોર્ડ રચના માટે અનામત ફાળવણી જાહેર કરવામાં આવી છે.
અનામત ફાળવણી જાહેર કરવામાં આવી
વિજાપુર નગરપાલિકા વિસ્તારમાં સાત વોર્ડમાં 28 બેઠકો હશે. જેમાં આઠ બેઠકો ઓબીસી અનામત રહેશે. જ્યારે બે બેઠકો એસસી અનામત રહેશે. વિજાપુર નગર પાલિકામાં ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત વિસ્તાર ભળવા સામે વિરોધના સુર વહી રહ્યાં છે. જ્યારે તેની સામે મોટાભાગના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે.
