Vijapurમાં બાળકીને ઇન્જેક્શન આપવાના કેસમાં ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન બહાર ધરણાં

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

વિજાપુરમાં એક બાળકીને ઇન્જેક્શન આપવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપોના મામલે પરિવારે ન્યાયની માંગણી સાથે પોલીસ સ્ટેશનની બહાર જ ધરણાં શરૂ કર્યા છે. બાળકીના પરિવારજનો સાથે અન્ય લોકો પણ પોલીસ સ્ટેશન બહાર ધરણાં પર બેસી જતાં પોલીસ સ્ટેશનમાં લોકોના ધામા જોવા મળી રહ્યા છે.

ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન બહાર ધરણા

પરિવારનો મુખ્ય આક્ષેપ છે કે ઘટના બન્યાના આટલા દિવસો વીતી ગયા હોવા છતાં પોલીસ હજુ સુધી આરોપીઓની ઓળખ કરી શકી નથી. પોલીસની ધીમી કામગીરીથી નારાજ થઈને પરિવારે આ પગલું ભર્યું છે. પરિવારની માંગ છે કે પોલીસ તાત્કાલિક આરોપીઓને શોધી કાઢીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરે. સમગ્ર મામલે વિજાપુર પોલીસે આંદોલનને પગલે તપાસની ગતિ તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *