Visnagar: ઉમતામાં ધર્મની બહેને ખોટા દસ્તાવેજ બનાવી એક કરોડ પડાવાની ધમકી આપી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદના ચાંદખેડાના ડ્રાયવિંગનો ધંધો કરતા તેમનની ધર્મની બહેન અને તેના પરીવારે છેતર્યા હોવાની વિસનગર તાલુકા પોલીસ મથકમાં ત્રણ સામે ખોટા દસ્તાવેજો બનાવી એક કરોડ પડાવવાની ધમકી આપવા બદલ ફરીયાદ થવા પામી છે.

અમદાવાદના ભાવીક બારોટે વિસનગર પાસેના ઉમતા ગામના ગીતાબેન સોનીને પોતાના ધર્મની બહેન માનતા હતા.

વર્ષ 2022માં આર્થીક જરૂરીયાત ઉભી થતા ભાવીકકુમારે ગીતાબહેન પાસેથી ટુકડે ટુકડે અઢી લાખ ઉછીના લીધા હતા તે વખતે ગીતા બહેને ભાવીક બારોટ પાસે કોરા કાગળ અને 300 રૂપીયાના સ્ટેમ્પપેપર ઉપર સહીઓ લીધી હતી જેમાં ફરીયાદમાં જણાવ્યું છે કે ગીતાબેન અને તેમની પુત્રવધુ બીનીતાબેન સોનીએ કાવત્રુ રચી ભાવીકકુમારના જમીનના અસલ દસ્તાવેજો પરત કરવાનાને બદલે તેના ઉપર ખોટી સહીઓ અને અંગુઠા મારી નોટરી વગરનો જનરલ પાવર ઓફ એટર્ની બનાવી લીધો હતો આ ખોટો દસ્તાવેજ પરત આપવાના બહાને તેમણે ફરીયાદી પાસેથી 1,15,000 પરત મેળવ્યા હતા જ્યારે ઘટનાની ગંભીરતા વધી ત્યારે ગીતાબેનના જમાઈ પંકજભાઈએ ધમકી આપી જો બાકીના પૈસા નહી આપે તો ગીતાબેન આત્મહત્યા કરશે અને તમોને ખોટા કેસમાં ફસાવી દેશે ભાવીકકુમારે ફરીયાદમાં દાવો કર્યો હતો કે તેમણે વ્યાજ સહિત 6,15,000 ચુકવી દીધા છે છતા પણ આરોપીઓ ફોન અને મેસેજ દ્વારા એક કરોડની માંગણી કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *